CVOCA

CVOCA જ્ઞાન ગંગા – ૨૨ – આવકવેરા ના રીટર્ન ની તૈયારી કરવા માટે જરૂરી મૂળભૂત દસ્તાવેજો ની સૂચિ

Admin CVOCA August 3, 2025 Gyaan Ganga ⏱️ 1 min read

આવકવેરા રીટર્ન ફાઇલ કરતા પહેલા અથવા તમારા CAનો સંપર્ક કરતા પહેલા, નીચે જણાવેલી માહિતી / દસ્તાવેજો ની તૈયારી રાખવી અનિવાર્ય છે. નીચે આપેલ સૂચિ માત્ર ઉદાહરણરૂપ છે. ઉલ્લેખિત બધા દસ્તાવેજો સંબંધિત નાણાકીય વર્ષ ૧ એપ્રિલ થી ૩૧ માર્ચ સુધીના માટે હોવા જોઈએ જ્યાં સુધી અન્યથા ખાસ ઉલ્લેખ ન કરેલ હોય:

ક્રમાંકવિગતોદસ્તાવેજો / ચેક પોઇન્ટ
૧.બેંક ખાતાઓબધી બેંકના સ્ટેટમેન્ટ્સ.
૨.રહેણાંક સ્થિતિભારત બહાર વારંવાર મુસાફરી કરતી વ્યક્તિઓ માટે: પાસપોર્ટની નકલ.
૩.ડિરેક્ટરશીપ (સંચાલક પદ)ડિરેક્ટર ઓળખ નંબર (DIN) અને વ્યક્તિએ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતી તમામ સ્થાનિક તેમજ વિદેશી કંપનીઓનાં નામ.
૪.એલએલપી / ફર્મમાં ભાગીદારએલએલપી / ફર્મમાં કેપિટલ એકાઉન્ટ તથા નફા વહેંચણીનો અનુપાત (Profit Sharing Ratio).  
૫.અનલિસ્ટેડ ઇક્વિટી શેરમાં રોકાણ૧.  કંપનીનું નામ. ૨.  ખરીદીના કિસ્સામાં: ખરીદ કિંમત, સંખ્યા અને ખરીદ તારીખ. ૩.  વેચાણના કિસ્સામાં: વેચાણ કિંમત, સંખ્યા અને વેચાણ તારીખ. ૪.  ખરીદ તેમજ વેચાણ બંને માટે મૂલ્યાંકન અહેવાલ (Valuation Report).
૬.કૃષિ આવક૧. જમીન માલિકીના રેકોર્ડ (૭/૧૨નો અર્ક) અથવા જો જમીન લીઝ પર હોય તો લીઝ કરાર. ૨. કૃષિ આવક અને ખર્ચના બિલ.
૭.પગાર ની આવક૧.  તમામ નોકરીદાતાઓ પાસેથી પગારની સ્લિપ અને ફોર્મ ૧૬ ફોર્મ ૧૨BA. ૨.  મકાન ભાડા ભથ્થુંના દાવા માટે – ભાડા કરાર અને ભાડાની રસીદો. ૩. પગાર આવકમાં ઉમેરાયેલા લાભો સંબંધિત દસ્તાવેજો.
૮.મકાન મિલકત૧. માલિકીની અને ભાડે આપેલી તમામ મિલકતોની યાદી, સરનામા સાથે. ૨. વર્ષ દરમિયાન ચૂકવવામાં આવેલા મ્યુનિસિપલ ટેક્સની રસીદો (જો કોઈ હોય તો). ૩. મિલકત ભાડે અપાયેલી હોય તો મળેલું કુલ ભાડું અને તેનું સરનામું. ૪. મકાન મિલકત સામે લેવાયેલ લોન માટે વ્યાજ પત્રક (Interest Statement).
૯.વ્યવસાયિક આવકવ્યવસાય સંબંધિત તમામ નાણાકીય માહિતી, GST રિટર્ન્સ અને TDS રિટર્ન્સ.
૧૦.શેર, મ્યુચ્યુઅલ ફંડ અને સિક્યુરિટીઝમાં રોકાણ (ડીમેટ ફોર્મમાં રાખવામાં આવેલ)૧. ડીમેટ સ્ટેટમેન્ટ. ૨. બ્રોકર લેજર. ૩. મૂડીલાભનું સ્ટેટમેન્ટ. ૪. NSDL/CDSLના કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ. ૫. ફોર્મ ૬૪, PMS અને AIFsના સ્ટેટમેન્ટ અને રિપોર્ટ્સ.
૧૧.સ્થાવર મિલકતનું વેચાણ૧. વેચાણ દસ્તાવેજ અને ખરીદી દસ્તાવેજ, Index-II ની નકલ સાથે. ૨. અન્ય કોઈપણ ખર્ચના પુરાવા (દા.ત.: વ્યાજ).  
૧૨.વિદેશી સંપત્તિ (રિપોર્ટિંગ આવશ્યકતા કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર માટે છે)૧. ભારત બહાર માલિકીની તમામ સંપત્તિઓની વિગતો. ૨. તમામ બેંક ખાતાઓની વિગતો જેમાં વ્યક્તિની સહી ચાલતી હોય. ૩ . ભારતની બહાર કોઈપણ કંપનીમાં કરેલ રોકાણની વિગતો. ૪.  ટ્રસ્ટ, જેમાં વ્યક્તિ લાભાર્થી કે ટ્રસ્ટી હોય તેની વિગતો. ૫.  નિવૃત્તિ લાભ ખાતાઓની વિગતો (Retirement Benefit Accounts).
૧૩.ભારત બહાર કમાયેલ આવકભારતની બહાર કમાયેલી આવક સંબંધિત કોઈપણ દસ્તાવેજ,  વિથહોલ્ડિંગ ટેક્સ પ્રમાણપત્ર, ભારત બહાર ફાઇલ કરેલ રીટર્ન, અને આવકની રસીદ / કમાણીનો પુરાવો આપતો કોઈપણ દસ્તાવેજ.
૧૪.જૂની કરપ્રણાલી હેઠળ કપાત માટેના દાવાPPF પાસબુક, LIC રસીદો, મેડિકલ ઇન્શ્યોરન્સની રસીદો, દાનની રસીદો, વિકલાંગતાનું પ્રમાણપત્ર, આવાસ લોન પર વ્યાજનું પ્રમાણપત્ર.
૧૫.વ્યક્તિગત સંપત્તિઓ (કુલ આવક રૂ. ૧ કરોડથી વધુ હોય ત્યારે જ ફરજિયાત)સરનામું, સ્થાવર મિલકતનો ખર્ચ અને પ્રકાર, વીમાની પોલિસીની નકલ અને ચુકવાયેલ પ્રીમિયમની રકમ, વાહન નંબર અને કિંમત, દાગીનાનું મૂલ્ય, ધરાવેલા શેરોની ખરીદ કિંમત, આપેલ લોન, રોકડ રકમ, લીધેલી લોનની વિગતો.
૧ ૬.સગીર બાળક ની આવકબધી બેંકના સ્ટેટમેન્ટ્સ, સગીર બાળકના મૂડી લાભ સ્ટેટમેન્ટ, સગીરના નામે કરવામાં આવેલ રોકાણો.  

ખાસ નોંધ: જો સગીર પાસે ઉપર જણાવ્યા મુજબ કોઈ આવક હોય, તો આવકવેરા રીટર્ન ની તૈયારી દરમિયાન તે આવક ને લગતા ઉપર જણાવેલ સંબંધિત દસ્તાવેજો ની જરૂર પડશે.

ઉપરોક્ત યાદી ફક્ત ઉદાહરણરૂપ છે અને વ્યવહારોના પ્રકાર અને કમાવેલી આવકના આધારે વધુ દસ્તાવેજો / વિગતો રજૂ કરવાની જરૂર પડી શકે છે.

****

આ પ્રકાશન તા. ૨૦/૦૭/૨૦૨૫ ના છપાયેલ CVOCA જ્ઞાન ગંગા૨૧ સાથે વાંચવું.

આ પ્રકાશન દ્વારા જાગૃતિ લાવવાનો હેતુ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા CA અથવા નાણાંકીય સલાહકાર ની સલાહ લેશો.

TEAM CVOCA

Share on:
Scroll to Top