CVOCA

CVOCA જ્ઞાન ગંગા – 40 સરકાર તમારી આવક વિશે પહેલેથી જ શું જાણે છે

Admin CVOCA July 25, 2026 Gyaan Ganga ⏱️ 1 min read

આ જ્ઞાન ગંગા સમજાવે છે કે કરદાતા અને આવકના સ્ત્રોતો વિશે IT વિભાગ પાસે કઈ માહિતી ઉપલબ્ધ છે. તેમાં એવા ઉપાયોની પણ ચર્ચા કરવામાં આવી છે જેના દ્વારા તમે તેમના રેકોર્ડમાં તમારી આવકની વિગતો ઓળખી શકો છો.

આવકવેરા વિભાગ માત્ર તમે  રિટર્ન ફાઇલ કરો તેની રાહ જોતું નથી; તે પહેલેથી નજર રાખી રહ્યું છે.

દર વર્ષે, લાખો કરદાતાઓ એવું માને છે કે તેઓ અમુક આવકોનું  ઉલ્લેખ કરવાનું ટાળી શકે છે.તેઓ એ વાતથી અજાણ હોય છે કે આવકવેરા વિભાગે વિવિધ સ્ત્રોતોમાંથી નાણાકીય માહિતી એકત્રિત કરવા માટે એક મજબૂત પ્રણાલી વિકસાવી છે. આ લેખમાં એ બાબતો આવરી લેવામાં આવી છે જેની તમારા ITR (આવકવેરા રિટર્ન) ફાઇલ કરતા પહેલાંજ આવકવેરા વિભાગને જાણ હોય છે.

1) Annual Information Statement (AIS) અને ફોર્મ 26AS

નવેમ્બર 2021માં રજૂ કરવામાં આવેલ AIS, જૂના ફોર્મ 26AS કરતાં ઘણું વિસ્તૃત છે. તે ઘણી રિપોર્ટિંગ સંસ્થાઓ પાસેથી માહિતી એકત્રિત કરે છે અને આવકવેરા વિભાગ સમક્ષ નાણાકીય બાબતોનું એક પૂર્ણ

ચિત્ર રજૂ કરે છે:

આવક / વ્યવહારનો પ્રકારરિપોર્ટિંગનો સ્ત્રોત
પગારની આવકરોજગારદાતા દ્વારા દાખલ કરાયેલ TDS રિટર્ન
બચત / FD / RD પરનું વ્યાજબેંકો
ડિવિડન્ડની આવકકંપનીઓ / મ્યુચ્યુઅલ ફંડ્સ
સિક્યોરિટીઝ અને મ્યુચ્યુઅલ ફંડના વ્યવહારોડિપોઝિટરીઝ, સ્ટોક એક્સચેન્જો, એએમસી (AMCs)
સ્થાવર મિલકત/ પ્રોપર્ટી (વેચાણ/ખરીદી)SFT દ્વારા સબ-રજિસ્ટ્રાર
વિદેશથી આવતી રકમઓથોરાઇસ્ડ ડીલર્સ
GST ટર્નઓવરGSTN (ITR સાથે સંદર્ભિત)
ભાડાની આવકકલમ 194-I હેઠળ ભાડૂઆત દ્વારા TDS, HRAનો દાવો


જ્યારે તમે તમારું ITR ફાઇલ કરો છો, ત્યારે સિસ્ટમ આપમેળે AIS ડેટા સાથેની ન મળતી વિગત શોધી લે છે, જેનાથી ઈ-વેરિફિકેશન (e-Verification) પ્રક્રિયા શરૂ થાય છે અને scrutiny માટેની નોટિસ મળી શકે છે.

2) Tax Deducted at Source (TDS) — આવકનું વાસ્તવિક સમયનું (Real-Time) ટ્રેકર

ચોક્કસ પ્રકારની ચૂકવણી કરનાર દરેક વ્યક્તિએ ‘સોર્સ’ પર જ (એટલે ​​કે ચૂકવણી કરતી વખતે જ) ટેક્સ કાપવો પડે છે અને તમે તમારું રિટર્ન ફાઇલ કરો તે પહેલાં જ વિભાગને તેની જાણ કરવી પડે છે. ટેક્સ કાપનાર દરેક વ્યક્તિ (deductor) ત્રિમાસિક TDS રિટર્ન (ફોર્મ 24Q / 26Q / 27Q) ફાઇલ કરે છે, જેની વિગતો સીધી તમારા ફોર્મ 26AS અને AIS માં ઉમેરાય છે. રિટર્ન ફાઇલ કરતી વખતે, જે વ્યવહારો પર TDS કાપવામાં આવ્યો છે, તેને તમારી કુલ આવક માં સમાવેશ કરવું અનિવાર્ય છે.

3) નાણાકીય વ્યવહારોનું વિવરણ (SFT) — ઊંચા મૂલ્યના વ્યવહારોની જાણકારી

1961ના કાયદાની કલમ 285BA અથવા 2025ના કાયદાની કલમ 262 હેઠળ, નિર્દિષ્ટ સંસ્થાઓએ ઊંચા મૂલ્યના વ્યવહારોની જાણકારી આપવી ફરજિયાત છે.

મર્યાદા / વ્યવહારમર્યાદા / વ્યવહાર
બચત ખાતામાં રોકડ જમા રકમ ≥ ₹10 લાખમ્યુચુઅલ ફંડ યુનિટ્સની ખરીદી ≥ ₹10 લાખ
Current ખાતામાં રોકડ જમા રકમ ≥ ₹50 લાખબોન્ડ, ડિબેન્ચર અથવા શેરની ખરીદી ≥ ₹10 લાખ
ક્રેડિટ કાર્ડ માટે રોકડ ચૂકવણી ≥ ₹1 લાખ કોઈપણ માધ્યમથી ચૂકવણી ≥ ₹10 લાખવિદેશી ચલણનું વેચાણ/ખરીદી ≥ ₹10 લાખ
મિલકતની ખરીદી/વેચાણ ≥ ₹30 લાખનિર્દિષ્ટ ડિજિટલ સંપત્તિ વ્યવહારો

4) PAN-આધાર લિંકેજ ઓળખ સંબંધિત અંતરને દૂર કરવું

1961ના કાયદાની કલમ 139AA / 2025ના કાયદાની કલમ 515 હેઠળ ફરજિયાત એવા PAN-આધાર લિંકેજે લાંબા સમયથી દુરુપયોગ થતી ખામીઓને દૂર કરી છે. તમારું PAN હવે તમારી સંપૂર્ણ નાણાકીય ઓળખ છે . જો PAN આધાર લિંક ના હોય તો TDS 20% પર લાગુ થશે. PAN અને આધાર લિંક થતા સરકારને તમારા રાશન કાર્ડ થી પ્રોપર્ટી, ગેસ કન્નેકશન, ડિમેટ એકાઉન્ટ વગેરે બધી વિગત કાઢવી સરળ થાય છે.

5) વિદેશી આવક અને સંપત્તિ FEMA અને FATCA

નિવાસીઓએ ITR ના ‘Schedule FA’ (અનુસૂચિ FA) હેઠળ વિદેશી સંપત્તિ અને આવકની વિગતો જાહેર કરવી આવશ્યક છે. જો આ વિગતો જાહેર કરવામાં ન આવે, તો જ્યાં લાગુ પડતું હોય ત્યાં ‘બ્લેક મની (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) એક્ટ’ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

6) રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ્સ (RMS) — તમને પસંદ કરતું અલ્ગોરિધમ

CBDTની કેન્દ્રિયકૃત RMS અને CASS (કમ્પ્યુટર-આધારિત ચકાસણી પસંદગી પ્રણાલી) ચકાસણી (scrutiny) માટે રિટર્નની ઓળખ કરે છે. આ પ્રણાલી ચેતવણીરૂપ સંકેતો તપાસે છે, જેમ કે.

જોખમનો સંકેતતે શું સૂચવે છે
AIS અને ITR વચ્ચે વિસંગતતા(mismatch)જાહેર ન કરાયેલી / ઓછી દર્શાવવામાં આવેલી આવક
આવકના સ્તર કરતા વધારે ખર્ચો બનાવટી દાવાઓ
રોકડના મોટા વ્યવહારો, ઓછી જાહેર કરેલી આવકરોકડ આવક ઓછી બતાવવામાં આવેલ છે
આવક ઘટે અને ખર્ચા વધારે હોયસાચી આવક છુપાવવામાં આવેલ છે
SFT વ્યવહાર પણ રીટર્ન ભર્યું  નથીનોન-ફાઇલર જેના નાણાકીય વ્યવહાર છે

7) અલ્ગોરિધમ્સથી આગળ સ્પેશલ ઇન્વેસ્ટિગેશન વિન્ગ

આવકવેરા વિભાગ માત્ર સ્વચાલિત પ્રણાલીઓ પર જ નિર્ભર રહેતું નથી. તે વ્યક્તિની જીવનશૈલી અને ખર્ચની પદ્ધતિઓ પર સક્રિયપણે દેખરેખ રાખે છે જે જાહેર કરેલી આવક સાથે સુસંગત ન હોઈ શકે:

નિરીક્ષણ વિસ્તારવિભાગ તેનો શું ઉપયોગ કરે છે
વિદેશ પ્રવાસએરલાઇન્સ અને મુસાફરી સંબંધિત ડેટા પર પણ નજર રાખવામાં આવે છે.
આલીશાન વસ્તુઓની ખરીદી (દાગીના, મોંઘી ઘડિયાળો, ઉચ્ચ શ્રેણીના વાહનો વગેરે)તમારી જાહેર કરેલી આવક સાથે મેળ ન ખાતી મોટી ખરીદીઓને કારણે, તેમાં વપરાયેલા નાણાંના સ્ત્રોત અંગે પૂછપરછ થઈ શકે છે.
કૃષિ આવકની ચકાસણીમૂલ્યાંકન અધિકારીઓ સેટેલાઇટ ઇમેજરી, ગૂગલ મેપ્સ અને રાજ્ય-સ્તરના કૃષિ આવકના રિપોર્ટ્સનો ઉપયોગ કરે છે.
અકાર્યરત PAN અને નિષ્ક્રિય ખાતાઓજ્યારે PAN ફરીથી કાર્યરત થાય અથવા ભવિષ્યની આકારણી (assessment) દરમિયાન તેની તપાસ થઈ શકે છે.

8) પ્રારંભિક ચેતવણી પ્રણાલી (Early Warning System)

CA તરીકે, અમારી સલાહ સ્પષ્ટ છે: તમારા AIS જે દર્શાવે છે તેની વિરુદ્ધ રિટર્ન ફાઇલ કરશો નહીં. દરેક આંકડાનું સમાધાન કરો. સંપૂર્ણ રીતે જાહેર કરો. તફાવત હોય – TDS રિપોર્ટિંગમાં ભૂલો અથવા વ્યવહારો જે તમારા નથી, તો સુધારા સબમિટ કરવા માટે ઔપચારિક AIS પોર્ટલ પ્રતિસાદ પદ્ધતિનો ઉપયોગ કરો.

 નિષ્કર્ષ: કાયદાનું યોગ્ય પાલન હવે વૈકલ્પિક નથી

ભારતીય કર વહીવટમાં શાંત ક્રાંતિ આવી છે. આજના મૂલ્યાંકન દસ્તાવેજઆધારિત કરતાં વધુને વધુ ડેટાઆધારિત થઈ રહ્યા છે. શ્રેષ્ઠ અભિગમ છે કે તમારી આવક યોગ્ય રીતે રિપોર્ટ કરો, તમારા રેકોર્ડ્સ કાળજીપૂર્વક તપાસો અને સંપૂર્ણ ખુલાસો કરો.

TEAM CVOCA

EMPOWERED BY TECH. DRIVEN BY VALUES.

આ પ્રકાશન ફક્ત જાગૃતિ માટે છે. તમારી પરિસ્થિતિને લગતા નિર્ણયો માટે કૃપા કરીને તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કાનૂની સલાહકારનો સંપર્ક કરો.

Share on:
Scroll to Top