CVOCA જ્ઞાન ગંગા – 35: ડિજિટલ સારથી શ્રેણી – 3: રોજિંદા જીવનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ (AI) નો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવું
“આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ” શબ્દ તો મોટો લાગે છે, પરંતુ વાસ્તવમાં, તે હવે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે – ખાસ કરીને આપણા મોબાઇલ ફોન દ્વારા.
ડિજિટલ સારથી શ્રેણીના આ ત્રીજા ભાગમાં આપણા જીવનમાં AI નો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તેને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
1. ગૂગલ આસિસ્ટન્ટ – તમારો અવાજ રિમોટ કંટ્રોલ છે
“बोलो और काम हो जाएगा – यही AI Living है।.”
જો આપણે કોઈને કામ કરવાનું કહીએ અને તે ફરિયાદ કર્યા વિના કામ કરે તો શું?
ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ સરળ વૉઇસ કમાન્ડ આપી ને કરો જેમ કે
- દવા અને બિલ રિમાઇન્ડર સેટ કરો – “હે ગૂગલ, મને રાત્રે 9 વાગ્યે BPની દવા લેવાનું યાદ કરાવો”
- કૉલ કરો – “હે ગૂગલ, ફલાણા ફલાણા વ્યક્તિ ને ને કૉલ કરો”
- હવામાનની આગાહી મેળવો – “હે ગૂગલ, આજની આગાહી શું છે?”
કેવી રીતે ઉપયોગ કરવો:
- ફોન માં ગુગલ આસિસ્ટન્ટ સક્રિય કરો
- સ્વાભાવિક રીતે બોલો (ગુજરાતી / હિન્દી / અંગ્રેજી)
- તમને જે કામ કરવું છે તેની પુષ્ટિ કરો
- કરેલ કામની સમીક્ષા કરો
વિવિધ વય જૂથો માટે ના લાભો
- વડીલો માટે: ફોન માં વધારે શોધ્યા વિના રિમાઇન્ડર્સ સેટ કરવા અને કૉલ કરવા
- પુખ્ત વયના લોકો માટે: હાથ લગાડ્યા વિના કામ જેથી બહુવિધ કાર્ય કરવામાં સરળતા
સલામતી નોંધ
- જાહેરમાં સંવેદનશીલ આદેશો ટાળો
- રીમાઇન્ડર્સ અને સૂચનાઓ યોગ્ય રીતે તપાસો
- નિર્ણયો લેવા માટે નહીં, પણ કામ સરળ રીતે કરવા માટે AI નો ઉપયોગ કરો
2. GPT માં અસરકારક આદેશ (પ્રોમ્પ્ટિંગ /Prompting) – વધુ સારું પૂછો, વધુ સારા જવાબ મેળવો
“आप सही पूछो, AI सही जवाब देगा”
AI ને પૂછતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મહત્વપૂર્ણ સૂચનો:
- ભૂમિકા સોંપો: AI ને કામના નિષ્ણાત તરીકે ભૂમિકા ભજવવા કહો.
- કાર્ય પૂરું પાડો: તમે તેના પાસેથી શું કરાવવા માંગો છો તે સ્પષ્ટપણે કહો. દા.ત. – કન્વર્ટ કરો, સારાંશ આપો અથવા બનાવો.
- યોગ્ય સંદર્ભ આપો: યોગ્ય પૃષ્ઠભૂમિ આપો અથવા પ્રવૃત્તિનું કારણ સમજાવો.
- ઇચ્છતી જવાબ સ્પષ્ટ કરો: તમે જવાબ કેવી રીતે ઇચ્છો છો – કોષ્ટક, બિંદુઓ અથવા સામાન્ય લેખ રૂપે –
GPT નો વ્યવહારિક ઉપયોગ કેવી રીતે કરવો તેના થોડા ઉદાહરણો
- ચૂકવણી નું ફોલોઅપ કરવા માટે ગુજરાતીમાં નમ્ર સંદેશ લખવો.
Act as a businessman (ભૂમિકા), and create (કાર્ય) a whatsapp message of 3 lines (ઇચ્છતી જવાબ) in Gujarati to followup on outstanding payments (સંદર્ભ) for more than 90 days.
Response:

- લાંબા YouTube વિડિઓઝનો સારાંશ આપવો
Summarize (કાર્ય) the YouTube video link (સંદર્ભ) in bullet points (ઇચ્છતી જવાબ) explaining to a 15 year old kid (ભૂમિકા).
Video Link: https://www.youtube.com/watch?v=Rgn8Yot_l24&pp=ygUPamFpbiBwcmluY2lwbGVz

- મુસાફરીના કાર્યક્રમનું આયોજન
Act as a travel planner (role) and Create (task) a day-by-day (output) travel plan as per following information (context)
Destination: Rajasthan
Duration: 4 days
Travelers: Family with senior citizens
Pace: Relaxed
Include rest time and local food suggestions

સલામતી અને જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા માટેની ટિપ્સ
- વ્યક્તિગત કે બેંકિંગ ડેટા શેર કરશો નહીં
- AI Output નો ઉપયોગ માર્ગદર્શન તરીકે કરો, અંતિમ સત્ય તરીકે નહીં
- કોઈ પણ કાર્ય કરતા પહેલા સામાન્ય સમજનો ઉપયોગ કરો
“ડિજિટલ જાગૃતિ તમને સશક્ત બનાવે છે અને તમને સુરક્ષિત રાખે છે.”
“डिजिटलीकरण से सुविधा, समजदारी से सुरक्षा”
****
TEAM CVOCA