CVOCA જ્ઞાન ગંગા ૩૩ ડિજિટલ સારથી શ્રેણી- ભાગ 1 – સલામત અને સરળ ડિજિટલ જીવન માટે સ્માર્ટ મોબાઇલ એપ્લિકેશન્સ
ભાગ ૧: આજના ડિજિટલ જીવનનું મહત્વ
CVOCA જ્ઞાન ગંગામાં હેઠળ “ડિજિટલ સારથી શ્રેણી” શરુ કરી રહ્યા છે જેમાં ડિજિટલ અને ટેક સંબંધિત વિષયોને આવરી લઈશું. આજે પહેલા ભાગ માં અમુક સ્માર્ટ મોબાઇલ એપ્લિકેશન્સ જે દરેક વ્યક્તિના મોબાઇલમાં હોવી જોઈએ તેને લગતી સરળ, વ્યવહારુ માર્ગદર્શિકા આપવાનું પ્રયાસ કર્યું છે.
ભાગ ૨: ઉપયોગી મોબાઇલ એપ્લિકેશન
DigiLocker
મહત્વના દસ્તાવેજો જેમ કે આધાર, પાન, ડ્રાઇવિંગ લાઇસન્સ, RC, વીમા પોલિસી વગેરે ડિજિટલી સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાય છે, જેથી ફિઝિકલ દસ્તાવેજો સાથે રાખવાની જરૂર નથી
mAadhaar
• આધાર કાર્ડ ડિજિટલી મોબાઇલ ફોન રાખી શકાય.
• મુસાફરી અથવા KYC પ્રક્રિયાઓ દરમિયાન આધાર-આધારિત ચકાસણીને સરળ અને અનુકૂળ બનાવે છે.
• આધાર ડેટાનો દુરુપયોગ અટકાવવામાં મદદ કરે છે.
mParivahan
• ડિજિટલ ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી, વીમા, ચલણ અને ફિટનેસ સંબંધિત માહિતી માટે ઉપયોગી. ફિઝિકલ ડ્રાઇવિંગ લાઇસન્સ અને RC સાથે રાખવાની જરૂર નથી.
BHIM UPI / Google Pay / Paytm / Phone pe
• બેંક ખાતામાંથી સીધા પૈસા ટ્રાન્સફર, ડિજિટલ ચુકવણી, બિલ, અને QR-કોડ-આધારિત ચુકવણી સરળતાથી કરી શકે છે
Rail One
• જુલાઈ 2025 માં IRCTC દ્વારા લોન્ચ કરાયેલ નવી એપ.
• ટ્રેન ટિકિટ (રિઝર્વ્ડ, અનરિઝર્વ્ડ, પ્લેટફોર્મ ટિકિટ) બુકિંગ, PNR સ્ટેટસ, લાઈવ ટ્રેન સ્ટેટસનું ટ્રેકિંગ, રિફંડ, ફરિયાદો અને R-વોલેટ સુવિધા આપે છે.
• બહુવિધ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.
• તેમાં મફત OTT સ્ટ્રીમિંગ સેવાઓ પણ છે જેનો મુસાફરી દરમિયાન આનંદ માણી શકાય છે.
DigiYatra
• ફેશીયલ રેકગનીશન ટેકનોલોજી દ્વારા પેપરલેસ એરપોર્ટ પ્રવેશ માટે મદદ કરે છે.
Mumbai One
a. મુંબઈની જાહેર પરિવહન વ્યવસ્થા માટે એકજ મુસાફરી અને પેમેન્ટ એપ્લિકેશન.
b. મુંબઈ શહેર અને પરિસર ની મુંબઈ મેટ્રો, મુંબઈ લોકલ ટ્રેનો, BEST બસો, મોનોરેલ માટે સિંગલ QR આધારિત ડિજિટલ ટિકિટ બુક કરાવો.
Sanchar Saarthi
• તમારા નામે કેટલા મોબાઇલ કનેક્શન નોંધાયેલા છે તે તપાસવામાં મદદ કરે છે
• IMEI વિગત દ્વારા ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલ ફોનને બ્લોક કરવામાં મદદ કરે છે.
• સિમ-સંબંધિત છેતરપિંડી અને ઓળખના દુરુપયોગથી વપરાશકર્તાઓને રક્ષણ આપે છે.
ABHA App
• ડિજિટલ હેલ્થ લોકર – યુનિક ડિજિટલ હેલ્થ આઈડી દ્વારા વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડ્સનું સંગ્રહ, મેનેજમેન્ટ અને શેરિંગ માટે બનાવે છે.
• સીમલેસ એક્સેસ – Anytime and Anywhere તમારા રેકોર્ડ્સ 24/7 ઍક્સેસ કરી શકો.
• ડૉક્ટર કનેક્ટિવિટી – ઑનલાઇન અથવા વ્યક્તિગત ચકાસણી માટે ડૉક્ટર શોધ, સલાહ અને ઇમર્જન્સી સમયે ઉપયોગી.
મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા યાદ રાખવા જેવી બાબતો:
• સૌ પ્રથમ, સારું અને વિશ્વસનીય એન્ટી-વાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
• ડેવલપરનું નામ ચકાસો અને ફક્ત સત્તાવાર એપ્લિકેશન સ્ટોર્સમાંથી જ ઇન્સ્ટોલ કરો જેમ કે પ્લે સ્ટોર (એનડ્રોઈડ ફોન માટે) અને એપ સ્ટોર (આઇફોન માટે).
• એપ દ્વારા માંગવામાં આવેલી પરવાનગીઓ ધ્યાનપૂર્વક ચકાસો.
• ફક્ત તે જ મંજૂરી આપો જે તે એપ્લિકેશનના હેતુ માટે ખરેખર જરૂરી છે. જો જરૂરી ન હોય તો સંપર્ક અને લોકેશન નું ઍક્સેસ શેર કરશો નહીં.
ઉદાહરણ તરીકે, ટોર્ચ એપ્લિકેશનને સંપર્કોની ઍક્સેસની જરૂર નથી અથવા કેલેન્ડર જેવી સરળ ઉપયોગિતા એપ્લિકેશનને SMS અથવા માઇક્રોફોન ઍક્સેસની જરૂર નથી.
• 2 કે તેથી વધુ મહિના સુધી બિનઉપયોગી એપ્લિકેશન્સ અનઇન્સ્ટોલ કરો.
બધા સ્માર્ટ ફોન વપરાશકર્તાઓ માટે પ્રો ટિપ:
• ઇમર્જન્સી SOS સેટ કરો: 4 જેટલા સંપર્કોને ઇમર્જન્સી સંપર્કો તરીકે સેટ કરી શકાય છે. સેટિંગ્સ – સલામતી અને કટોકટી – ઇમર્જન્સી સંપર્કો – સંપર્કો ઉમેરો પર જાઓ.
• આ સુવિધા પાવર બટનને ઘણી વખત દબાવીને આ ઇમર્જન્સી સંપર્કો પર કૉલ્સ અથવા સંદેશાઓ ટ્રિગર કરે છે.
ભાગ ૩: નિષ્કર્ષ
યોગ્ય મોબાઇલ એપ્લિકેશનો રોજિંદા જીવનને સરળ અને વ્યવસ્થિત બનાવે છે. પરંતુ ડિજિટલ સલામતી એપ પર નહીં, પરંતુ તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા પર આધાર રાખે છે. થોડી જાગૃતિ તમને છેતરપિંડીથી બચાવી શકે છે.
“ડિજિટલ જાગૃતિ તમને સશક્ત બનાવે છે અને તમને સુરક્ષિત રાખે છે.”
“डिजिटलीकरण से सुविधा, समजदारी से सुरक्षा”
****TEAM CVOCA****