CVOCA જ્ઞાન ગંગા – 41 નાના કરદાતાની વિદેશી એસેટ માટે ડિસ્ક્લોઝર સ્કીમ 2026 (FAST-DS 2026)
આ જ્ઞાન ગંગા NRI, OCI, વ્યક્તિઓ વગેરે દ્વારા વિદેશમાં રાખવામાં આવેલી સંપત્તિ અથવા રોકાણોની સરકાર સમક્ષ જાહેરાત કરવાની યોજના વિશે સમજૂતી આપે છે. ભૂલથી રહી ગયેલી વિદેશી આવક/એસેટ સુધારી લેવાની તમારી તક.
પૂર્વભૂમિકા અને પરિચય
આજે દુનિયાભરમાં માહિતીની એક્સચેન્જ માટેની વ્યવસ્થા એટલી મજબૂત થઈ ગઈ છે કે વિદેશની બેન્ક કે ઇન્વેસ્ટમેન્ટની માહિતી સરકારને સહેલાઈથી મળી જાય છે. તેથી વિદેશી આવક કે એસેટ છુપાવવી લગભગ અશક્ય છે. ઘણા કરદાતાઓ — જેમ કે ભારત પરત ફરેલા NRIs / OCIs, કર ચૂકવેલી આવકમાંથી વિદેશી રોકાણ કરેલું હોવા છતાં શેડ્યૂલ એફએ (Schedule FA) માં તેની માહિતી ન દર્શાવી હોય તેવી વ્યક્તિઓ, તેમજ વિદેશમાં નિષ્ક્રિય (dormant) કે નજીવું બેલેન્સ ધરાવતાં બેંક ખાતાઓ ચાલુ રાખનાર વ્યક્તિઓ વગેરે… આવી નાની અને ઇરાદા વગરની ભૂલો માટે પણ Black Money Act હેઠળ ભારે પેનલ્ટીનો સામનો કરે છે. આ વાત ધ્યાનમાં લઈને સરકારે FAST-DS 2026 જાહેર કર્યું છે.
ફોર્મ ભરવાની સમયમર્યાદા (Filing Window)
| શરૂઆતની તારીખ | 16 ઓગસ્ટ 2026 |
| છેલ્લી તારીખ | 31 ડિસેમ્બર 2026 |
પાત્રતા – FAST-DS 2026 નો લાભ કોણ લઈ શકે?
કોણ ડિક્લેર કરી શકે?
- જે વ્યક્તિ સંબંધિત વર્ષમાં ભારતમાં Resident (રહેવાસી) હતી.
- જે વ્યક્તિ હાલમાં Non-Resident (NR) અથવા Resident but Not Ordinary Resident (RNOR) છે, પરંતુ જે વર્ષમાં અજાણતાં વિદેશી આવક થઈ હતી અથવા વિદેશી એસેટ ખરીદવામાં આવી હતી ત્યારે તે ભારતમાં Resident હતી.
- નોંધ: બીજી શરત એ વ્યક્તિઓને લાગુ પડે છે જે હાલમાં NR/RNOR છે. તેથી અહીં મહત્ત્વનો પ્રશ્ન એ છે કે – જ્યારે વિદેશી આવક થઈ હતી કે વિદેશી એસેટ ખરીદાઈ હતી, ત્યારે રહેઠાણનો દરજ્જો (residential status) શું હતો?
- ઉદાહરણ:
| પ્રશ્ન. શ્રીમતી શાહે ભારતમાં રહેવાસી (resident) હતાં ત્યારે ટેક્સ ભરેલી સેલરીની બચતમાંથી વિદેશી એસેટ ખરીદી. પછી તેઓ વિદેશ ગયાં અને નોન-રેસિડેન્ટ થયાં. તેમણે સેલરી પર ટેક્સ તો બરાબર ભર્યો, પણ Schedule FA માં વિદેશી એસેટ જાહેર કરવાનું રહી ગયું. જવાબ: નિર્ધારિત શરતો પૂરી કરે અને અપાત્ર ન હોય, તો તેઓ આ સ્કીમનો લાભ લઈ શકે છે. | પ્રશ્ન. શ્રી જૈન 2018 થી 2024 સુધી અમેરિકામાં નોકરી કરતા હતા અને ભારતના નોન-રેસિડેન્ટ હતા. આ સમયગાળામાં તેમણે પોતાની કમાણીમાંથી અમેરિકાના શેર અને બેન્ક બચત ઊભી કરી. 2025 માં તેઓ ભારત પરત આવ્યા અને રેસિડેન્ટ થયા. રેસિડેન્ટ થયા પછી તેમણે પોતાની બધી વિદેશી એસેટ તથા રેસિડેન્ટ થયા બાદ થયેલી વિદેશી આવક જાહેર કરવામાં નિષ્ફળ ગયા. જવાબ: નિર્ધારિત શરતો પૂરી કરે અને અપાત્ર ન હોય, તો તેઓ આ સ્કીમનો લાભ લઈ શકે છે. |
- Resident / Resident but not ordinary resident (RNOR) / Non-resident / જાહેર ન કરેલી વિદેશી આવક / ભારત બહાર રહેલી જાહેર ન કરેલી એસેટ – આનો અર્થ શું?
| શબ્દ | અર્થ |
| Resident and Ordinary Resident (ROR) | નાણાકીય વર્ષમાં ભારતમાં રહેવાસ ≥182 દિવસ, અથવા નાણાકીય વર્ષમાં ≥60 દિવસ + તેની આગળના 4 વર્ષમાં ≥365 દિવસ. |
| Resident but not ordinary resident (RNOR) | આગળના 10 વર્ષમાંથી ≥9 વર્ષ નોન-રેસિડેન્ટ હોય, અથવા આગળના 7 વર્ષમાં ભારતમાં રહેવાસ ≤729 દિવસ હોય. |
| Non-resident | જે વ્યક્તિ resident પણ ન હોય અને resident but not ordinary resident પણ ન હોય. |
| ભારત બહાર રહેલી જાહેર ન કરેલી એસેટ | વિદેશમાં રહેલી એસેટ કે નાણાકીય હિત, જે વ્યક્તિના નામે હોય કે જેની beneficial ownership તેની હોય, અને જેના રોકાણનો સ્રોત સમજાવી ન શકાય કે સંતોષકારક ન હોય. (અહીં beneficial ownership ની વાત ખાસ મહત્ત્વની છે – એસેટ nominee, trust કે કોઈ કંપની મારફતે રાખેલી હોય તો પણ, ફક્ત કરદાતાનું નામ ન હોવાથી તે આ દાયરાની બહાર થઈ જતી નથી.) |
| જાહેર ન કરેલી વિદેશી આવક | વિદેશી સ્રોતથી થયેલી આવક, જે ભારતમાં ટેક્સપાત્ર હોય પણ Income-tax Act હેઠળ ટેક્સ માટે દર્શાવી ન હોય. |
ડિક્લેરન્ટે ભરવાની રકમ
| વિગત | Sl. No. 1 – ક્યારેય જાહેર ન કરેલી અને ટેક્સ ન ભરેલી એસેટ્સ/આવક | Sl. No. 2 – ટેક્સ ભરેલો છે પણ Schedule FA માં બાકી છે |
| કવર થાય છે: | (a) જાહેર ન કરેલી વિદેશી એસેટ, અથવા (b) જાહેર ન કરેલી વિદેશી આવક | (a) NR હતા ત્યારે કમાયેલી વિદેશી એસેટ જે ભારતમાં Resident બન્યા પછી Schedule FA માં નથી બતાવી, અથવા (b) ભારતમાં ટેક્સ ભરીને ખરીદેલી વિદેશી એસેટ જે Schedule FA માં નથી બતાવી |
| ચૂકવવાપાત્ર રકમ: | • 31 માર્ચ 2026 ના રોજ એસેટની કિંમત પર 30% ટેક્સ + • વિદેશી આવક પર 30% ટેક્સ + • ઉપરોક્ત કુલ ટેક્સના 100% વધારાની રકમ (કુલ મળીને કુલ રકમના 60% ટેક્સ થશે) | ફ્લેટ ફી (Flat Fee): ₹ 1,00,000/- |
| પાત્રતા મર્યાદા: | 31 માર્ચ 2026 ના રોજ એસેટની કિંમત અને વિદેશી આવક મળીને ₹ 1 કરોડથી વધુ ન હોવી જોઈએ. | એસેટની કુલ કિંમત ₹ 5 કરોડથી વધુ ન હોવી જોઈએ (જો ₹5 કરોડથી વધુ હશે તો સ્કીમનો લાભ નહીં મળે). |
| ઉદાહરણ: | કોઈ પ્રોફેશનલે ₹40 લાખ વિદેશમાંથી કમાયા પણ ભારતમાં રિટર્નમાં દર્શાવ્યા નથી. | કર્મચારી જેમણે વિદેશી RSU પર ટેક્સ ભર્યો છે પણ શેર ધરાવતું Foreign Account કે Bank Account નથી દર્શાવ્યું. |
1. નોંધ: Table 1 હેઠળની ₹1 કરોડની મર્યાદા, ખરેખર જે જાહેર કરવામાં આવે છે તેની કુલ રકમ પર લાગુ પડે છે (એસેટની કિંમત + આવક બંને સાથે ગણાય છે; બંનેને અલગ-અલગ તપાસવામાં આવતાં નથી.)
2. Table Sl. No. 1 ના ઉદાહરણ – ક્યારેય જાહેર ન કરેલી અને ક્યારેય ટેક્સ ન ભરેલી વિદેશી આવક તથા એસેટ
| ક્રમ | જાહેર ન કરેલી બાબત(ઓ)નું સ્વરૂપ | જાહેર કરેલી કુલ કિંમત | પાત્રતાની સ્થિતિ | ટેક્સ @ 30% | વધારાની રકમ (ટેક્સના 100%) | કુલ ભરવાપાત્ર રકમ |
| 1 | • FY 17-18 માં વારસામાં મળેલું વિદેશી બેન્ક ખાતું: ₹55 લાખ (31.03.2026 ના રોજની કિંમત) • FY 20-21 ની વિદેશી આવક: ₹25 લાખ (એસેટ + આવક) | ₹80 લાખ | પાત્ર (₹1 કરોડથી વધુ નથી) | • એસેટની કિંમત પર ટેક્સ: ₹16.50 લાખ • આવક પર ટેક્સ: ₹7.50 લાખ કુલ ટેક્સ = ₹24 લાખ | ₹24 લાખ | ₹48 લાખ |
| 2 | વિદેશી આવક: • FY 16-17: ₹70 લાખ • FY 19-20: ₹80 લાખ (આવક + આવક) | ₹1.5 કરોડ | અપાત્ર (₹1 કરોડથી વધુ) | – | – | સ્કીમનો લાભ મળશે નહીં |
3. Table Sl. No. 2 ના ઉદાહરણ – ટેક્સ ભરેલી આવકમાંથી ખરીદેલી વિદેશી એસેટ, પણ FA Schedule માં જાહેર કરેલી નહીં
| ક્રમ | બાબત(ઓ)નું સ્વરૂપ | કુલ કિંમત | પાત્રતા | સ્કીમ હેઠળ ભરવાપાત્ર ફી |
| 1 | • FY 20-21 માં ખરીદેલ વિદેશી મ્યુચ્યુઅલ ફંડ: ₹2 કરોડ (31.03.2026 ના રોજની કિંમત) • FY 22-23 માં ખરીદેલ વિદેશી શેર: ₹2.5 કરોડ (31.03.2026 ના રોજની કિંમત) | ₹4.5 કરોડ | પાત્ર (₹5 કરોડથી વધુ નથી) | ફ્લેટ ફી: ₹1 લાખ |
| 2 | • FY 18-19 માં ખરીદેલી વિદેશી સ્થાવર મિલકત: ₹3 કરોડ (31.03.2026 ના રોજની કિંમત) • FY 21-22 માં ખરીદેલી વિદેશી સિક્યોરિટીઝ: ₹3.5 કરોડ (31.03.2026 ના રોજની કિંમત) | ₹6.5 કરોડ | અપાત્ર (₹5 કરોડથી વધુ) | સ્કીમનો લાભ મળશે નહીં |
વિવિધ પ્રકારની એસેટની કિંમત નક્કી કરવી (Rule 3)
એસેટની કિંમત એટલે 31.03.2026 ના રોજની તેની વાજબી બજાર કિંમત (ફેર માર્કેટ વેલ્યુ – FMV), જે નિર્ધારિત રીતે નક્કી કરવામાં આવે.
સામાન્ય નિયમ એ છે કે (i) ખરીદ કિંમત અથવા (ii) 31.03.2026 ના રોજની બજાર કિંમત – એ બેમાંથી જે વધુ હોય તે FMV ગણાય. જ્યાં ઔપચારિક બજાર મૂલ્યાંકન ઉપલબ્ધ ન હોય, ત્યાં ઈન્ડેક્સેશન સાથેની ખરીદ કિંમત (indexed cost of acquisition) આપોઆપ FMV ગણવામાં આવે છે.
1. નોંધ:
a. સોના-ચાંદી (bullion), ઝવેરાત, કિંમતી પથ્થર, કલાકૃતિ, લિસ્ટેડ શેર અને સિક્યોરિટીઝ, અનલિસ્ટેડ શેર અને સિક્યોરિટીઝ, સ્થાવર મિલકત, બેન્ક ખાતાં, ફર્મ / AOP / LLP માં હિસ્સો – આવી કેટલીક એસેટ માટે કિંમત નક્કી કરવાની રીત FAST-DS Rule માં અલગથી આપેલી છે.
b. 31.03.2026 પહેલાં એસેટ વેચી દેવામાં આવી હોય, અને વેચાણની રકમ ફરી રોકી હોય કે ન હોય – તેવા કિસ્સામાં શું કરવું તે પણ FAST-DS Rule માં આપેલું છે.
2. ઉદાહરણ:
દુબઈમાં 2015 માં ₹1.2 કરોડમાં ખરીદેલો ફ્લેટ; સ્થાનિક વેલ્યુઅરના રિપોર્ટ મુજબ 31.03.2026 ના રોજ બજાર કિંમત ₹1.8 કરોડ છે, તો FMV ₹1.8 કરોડ ગણાશે.
અરજી કરવાની પદ્ધતિ (Procedural Roadmap)
- સ્ટેપ 1 (Form 1 – કરદાતા દ્વારા): 16 ઓગસ્ટ 2026 થી 31 ડિસેમ્બર 2026 વચ્ચે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ અને વેલ્યુએશન રિપોર્ટ સાથે ઓનલાઇન અરજી.
- સ્ટેપ 2 (Form 2 – ઇન્કમટેક્સ officer દ્વારા): ડિક્લેરેશન મહિનાના અંતથી 1 મહિનાની અંદર ટેક્સ/ફીનો ઓર્ડર ઓનલાઇન ઇશ્યૂ થશે.
- સ્ટેપ 3 (Payment – કરદાતા દ્વારા): Form 2 મળ્યાના 2 મહિનાની અંદર પેમેન્ટ કરવું (જરૂર પડ્યે 1% પ્રતિ માસ વ્યાજ સાથે વધુ 2 મહિના મળી શકે).
- સ્ટેપ 4 (Form 3 – કરદાતા દ્વારા): પેમેન્ટ કર્યા પછી ચલણ અને પુરાવા સાથે Form 3 સબમિટ કરવું.
- સ્ટેપ 5 (Form 4 – ઇન્કમટેક્સ officer દ્વારા): Form 3 મળ્યાના 1 મહિનામાં ટેક્સ અધિકારી ઓર્ડર પાસ કરશે, જેનાથી તમને કાયદાકીય મુક્તિ (Immunity) મળશે.
ઉદાહરણ:
| વિગત | રકમ | ||
| જાહેર ન કરેલી એસેટ અને આવકની કિંમત | • જાહેર ન કરેલું વિદેશી બેન્ક ખાતું (31.03.2026 ના રોજ) • જાહેર ન કરેલી વિદેશી આવક (પાછલા વર્ષોની) | ₹60,00,000 ₹20,00,000 | કુલ કિંમત: ₹80,00,000 (Table 1 ની ₹1 કરોડની મર્યાદામાં) |
| ટેક્સની ગણતરી | • જાહેર ન કરેલી વિદેશી એસેટની કિંમત પર ટેક્સ @ 30% (₹60 લાખ × 30%) • જાહેર ન કરેલી વિદેશી આવક પર ટેક્સ @ 30% (₹20 લાખ × 30%) | ₹18,00,000 ₹6,00,000 | કુલ ટેક્સ: ₹24,00,000 |
| સ્કીમ હેઠળની કુલ જવાબદારી = ઉપર ગણેલો ટેક્સ + વધારાની રકમ (ટેક્સના 100%) | ₹24,00,000 + ₹24,00,000 ના 100% | ₹24,00,000 + ₹24,00,000 | સ્કીમ હેઠળની કુલ જવાબદારી: ₹48,00,000 |
| ઓર્ડરની વિગત | Form 2 માં ઓર્ડર પસાર થયો | – | ઓર્ડરની તારીખ: 22.09.2026 |
| પેમેન્ટની સ્થિતિ A (વ્યાજ વગર) 25.11.2026 ના રોજ પેમેન્ટ | 30.11.2026 ના રોજ કે તે પહેલાં પેમેન્ટ (ઓર્ડરના મહિનાના અંત 30.09.2026 થી 2 મહિનાની અંદર) | ₹48,00,000 | Form 3 માં ₹0 વ્યાજ સાથે દર્શાવ્યું |
| પેમેન્ટની સ્થિતિ B (વ્યાજ સાથે) 17.12.2026 ના રોજ પેમેન્ટ | વિલંબ = 30.11.2026 પછી 1 મહિનો (કે તેનો ભાગ). વ્યાજ = ₹48 લાખના 1% = ₹48,000. | • મૂળ રકમ: ₹48,00,000 • વ્યાજ (1%): ₹48,000 | Form 3 માં વ્યાજ સાથે દર્શાવ્યું. કુલ ભરવાપાત્ર રકમ = ₹48,48,000 |
| પેમેન્ટની સ્થિતિ C 05.02.2027 ના રોજ પેમેન્ટ | વધુમાં વધુ 4 મહિનાની વધારાની મુદત મળે છે – 30.09.2026 થી 31.01.2027 સુધી | – | પેમેન્ટ મંજૂર મુદત પછી થયું હોવાથી સ્કીમનો લાભ મળશે નહીં. |
સ્કીમ ક્યાં લાગુ પડતી નથી
- જો એસેટ કે આવક કોઈ ગુનાની કમાણી (proceeds of crime) સાથે સંકળાયેલી આવક/એસેટ, જેના માટે Prevention of Money-laundering Act, 2002 હેઠળ કાર્યવાહી શરૂ થઈ ગઈ હોય કે ચાલુ હોય; અથવા
- એવા આકારણી વર્ષ (AY) ને લગતી આવક/એસેટ, જેની Black Money Act હેઠળની આકારણી પૂરી થઈ ગઈ હોય.
કયા આધારે ડિક્લેરેશન કરી શકાય?
કોઈ પણ પાછલા વર્ષ માટે ડિક્લેરેશન ભરી શકાય, જો નીચેના ત્રણમાંથી કોઈ એક આધાર લાગુ પડતો હોય:
| a. ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું ન હોય | b. ભરેલા રિટર્નમાં આવી એસેટ કે આવક જાહેર કરી ન હોય | c. આવી એસેટ કે આવક Income-tax Act ની કલમ 147 હેઠળ આકારણીમાંથી છૂટી ગઈ હોય |
માન્યતા, ચાલુ કાર્યવાહી અને બાકાત બાબતો
1. જો આપેલી કોઈપણ માહિતી ખોટી જણાશે અથવા શરતોનો ભંગ થશે, તો Form 1 નું ડિક્લેરેશન રદ ગણાશે.
2. જો Income Tax Act કે Black Money Act હેઠળ કેસ પેન્ડિંગ હશે, તો આ સ્કીમનું ડિક્લેરેશન આકારણી વખતે ધ્યાનમાં લેવામાં આવશે.
3. સમયસર ટેક્સ અને ફી ભરનાર કરદાતાને Black Money Act હેઠળ ટેક્સ, પેનલ્ટી અને કેસ (Prosecution) માંથી કાયમી મુક્તિ મળશે.
4. ડિક્લેર કરેલી એસેટ કે આવક પર ભવિષ્યમાં ઇન્કમટેક્સ હેઠળ ફરીથી ટેક્સ લાગશે નહીં.
5. એકવાર ડિક્લેરેશન કર્યા પછી તેમાં કોઈ સુધારો (Revision) થઈ શકશે નહીં.
6. આ સ્કીમ હેઠળ ભરેલી રકમ કોઈપણ સંજોગોમાં રિફંડ (Refund) મળશે નહીં.
નિષ્કર્ષ
FAST-DS 2026 ટેક્સ વહીવટમાં એક સારો બદલાવ છે – તે જાણી જોઈને કરવામાં આવતી કરચોરી અને સાચી નાની ભૂલો વચ્ચે ફરક પાડે છે. 16.08.2026 થી 31.12.2026 સુધીની આ મર્યાદિત તક કરદાતાઓને ભૂતકાળની ભૂલો સુધારીને નિશ્ચિંત થવાનો મોકો આપે છે.
*****
આ પ્રકાશન ફક્ત જાગૃતિ ફેલાવવાના હેતુથી છે. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તમારા CA કે નાણાકીય સલાહકારની સલાહ લેવી.ટીમ CVOCA